Ujjad Gammaa Erando Pradhan - Dhaval Barot

Singer : Dhaval Barot , Music : Dhaval Kapadiya

Lyrics : Jayram Maguna , Label : RD BROTHERS DIGITAL

Ujjad Gammaa Erando Pradhan Lyrics in Gujarati

| ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન લિરિક્સ ગુજરાતીમાં |

 

હે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન રે

ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન રે

પવન વેગે વેલી આવજે જી રે


એ માતા મારી સધ્ધર બની શેઠ રે

માતા મારી સધ્ધર બની શેઠ રે

દુઃખની વેળાયે દોડી આવતી જી રે


હે તારા વગર નથી કોઈ મારૂ આજ રે

દુઃખના દરિયા માંથી બાર મને કાઢજે

જો જે માંડી મોડું ના થાઈ રે

જો જે માતા મોડું ના થાઈ રે

પવન પાવડી બની આવજે જી રે


હે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન રે

ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન રે

પવન વેગે વેલી આવજે જી રે


હો લીધી છે આબરૂ મારી ખરા રે ટાણે

ના રે છોડતી અને કોઈ રે કાળે

અરે અરે રે લીધી છે આબરૂ મારી ખરા રે ટાણે

ના રે છોડતી અને કોઈ રે કાળે


એ હાંચાને હાચવજે જુઠું બાર લાવજે

દુશમનના ઘેર જઈ ભડાકો રે કરજે

એ જિંદગી મારી દુઃખ માં રે ઘેરાણી રે

જિંદગી મારી દુઃખ માં રે ઘેરાણી રે

વખો આયો છે વેલા આવજો જી રે


હો મારૂં વેરાયું માં એનું તું વેરાવજે

પાવર વાળાનો માં તું પાવર ઉતારજે

અરે અરે રે મોભારે ચડી મા તુ ભડાકા રે કરજે

ધોળા દાડે તું તારા બતાવજે


એ ઉપર આકાશને નીચે છે ધરતી

તારા વગર મારી નવ નથી તરતી

એ દુઃખનો મારે આયો આજ દાડો રે

જ્યાં જવું ત્યાં મળતો જાકારો રે

વહમી વેળાએ વેલી આવજો જી રે


એ રાતને દાડો માંડી તને હું કગરૂ

વખાની વેળાયે મારૂ જલજે તું બાવડું

એ માતા મારી ધવલ બારોટ તારા ગુણલા ગાય છે

જયરામ મગુનાની કલમે લખાય છે



એ વાલા હતા એ થયા છે વેરી

કોને રે જઈ માં દુઃખની વાતો કેવી

એ આવજે માંડી માવતર બની આજ રે

એ આવજે માતા માવતર બની આજ રે

પવન વેગે વેલી આવજે જી રે

એ પવન વેગે વેલી આવજે જી રે