Karm no Sangathi Rana Maru Koi Nathi
Singer : Hari Bharwad
Music : Appu
Label : Ekta Sound
Karam No Sangathi Rana Maru Koi Nathi Lyrics in Gujarati
કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી...
એક રે પત્થરનાં દો-દો ટુકડા
હે એક રે પત્થરનાં દો-દો ટુકડા
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
એકની બની રે પ્રેભુજીની મુરતી
હે એકની બની રે પ્રેભુજીની મુરતી
હે બીજો ધોબીડા ને ઘાટ
બીજો ધોબીડા ને ઘાટ
કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી...
હો એક રે ગાયુનાં દો-દો વાંછડા
હે એક રે ગાયુનાં દો-દો વાંછડા
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
એક રે બન્યો રે શિવજીનો પોઠિયો
હે એક રે બન્યો રે શિવજીનો પોઠિયો
હે બીજો ઘાંચીડાને ઘેર
હે બીજો ઘાંચીડાને ઘેર
કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી...
એક રે માતાનાં દો-દો બેટડા
હે એક રે માતાનાં દો-દો બેટડા
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
એક ની શીર ઉપર છત્તર ઢળે
હે એક ની શીર ઉપર છત્તર ઢળે
કે બીજો ભારા વેચી ખાય
કે બીજો ભારા વેચી ખાય
કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી...
એક રે વેલાના દો દો તુંબડા
હે એક રે વેલાના દો દો તુંબડા
કે લખ્યા એના જુદા જુદા લેખ
કે લખ્યા એના જુદા જુદા લેખ
હે એક રે તુંબડુ અડસઠ તીરથ કરે
એક રે તુંબડુ અડસઠ તીરથ કરે
હે બીજુ વાદીડા ને હાથ
હે બીજુ વાદીડા ને હાથ
કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી...
હે ગુરુના પ્રતાપે મીરાંબાઈ બોલીયા
હે ગુરુના પ્રતાપે મીરાંબાઈ બોલીયા
હે દેજો અમને સંત ચરણમાં વાસ
હે દેજો અમને સંત ચરણમાં વાસ
કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
હે લખ્યાં એનાં જુદાં જુદાં લેખ
કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી
હે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી....