Hare Dan Mange Lyrics | Bhajan Lyrics
Singer : Nandlal Chhanga & Rajesh Ahir
Music : Shivam Gundecha
Hare Kanudo Dan Mange Lyrics in Gujarati
| હારે કાનુડો દાણ માગે લિરિક્સ ગુજરાતીમાં |
શ્રી રાધા રાશેશ્વરી
રસ શેખર ઘનશ્યામ
મુરલી અધર વિરાજતી
કાલિંદી સુખધામ
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
એની મોરલીમાં એની બંસરીમાં
એની મોરલીમાં એની બંસરીમાં
વેણુ નાદ વાગે
કાનુડો દાણ માગે
હારે દાણ માગે ધુતારો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે કાન કિયા મલક નો તુ સુબો
હારે કાન કિયા મલક નો તુ સુબો
હે મારા મારગ વચ્ચે સિદ્ધ ઊભો
કાનુડો દાણ માગે
હારે દાણ માગે ધુતારો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હે કાન કિયા મલકનો છે રાજા
હારે કાન કિયા મલકનો છે રાજા
હે તારી સાથે ગોવાળિયા જાજા
કાનુડો દાણ માગે
હારે દાણ માગે ધુતારો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
એની મોરલીમાં એની બંસરીમાં
એની મોરલીમાં એની બંસરીમાં
વેણુ નાદ વાગે
કાનુડો દાણ માગે
હારે દાણ માગે ધુતારો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હે બાયું વ્રજ માં તે વાતું એવી થાય છે રે
હે બાયું વ્રજ માં તે વાતું એવી થાય છે રે
હે મારો વાહલો મથુરામાં જાય છે રે
મારો કરશન મથુરામાં જાય છે
હે બાયું વ્રજ માં તે વાતું એવી થાય છે રે
હે રથ જોડી અકૃરજી આવિયા રે
મારા સાચા સમાચાર લાવિયા રે
મારા સાચા સમાચાર લાવિયા રે
હે બાયું વ્રજ માં તે વાતું એવી થાય છે રે
હે કોઈ દાડે હરી ને નથી દુબિયા રે
તોય આવળાં ઉદાસી પ્રભુ કા થયા રે
હે બાયું વ્રજ માવાતું તે એવી થાય છે
હે સખી ચાલો આ રંગ આપણે દાખીએ રે
હાથ જાલી હરિને ઊભા રાખીએ રે
હાથ જાલી હરિને ઊભા રાખીએ રે
હે બાયું વ્રજ માવાતું તે એવી થાય છે
એની મોરલીમાં એની બંસરીમાં
એની મોરલીમાં એની બંસરીમાં
વેણુ નાદ વાગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે દાણ માગે ધુતારો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગે
Hare Dan Mange Lyrics By - Narsinh Mehta
હા રે દાણ માંગે કાનુડો દાણ માંગે,
હા રે તારી મોરલી ના બોલ વાગે,
કાનુડો દાણ માંગે...
હા રે કાન કિયા મલક નો સુબો,
હા રે મારા મારગ વચમાં ઉભો,
કાનુડો દાણ માંગે...
હાં રે કાન કિયા મલક નો રસિયો,
હાં રે મારા મારગ વચ્ચે વસીયો,
કાનુડો દાણ માંગે...
હાં રે કાન કિયા મલક નો દાણી,
હાં રે મારી નવરંગ ચૂંદડી તાણી,
કાનુડો દાણ માંગે...
હાં રે કાન કિયા મલક નો મહેતો,
હાં રે મારા મારગ વચ્ચે રહેતો,
કાનુડો દાણ માંગે...
હાં રે કાન જળ જમુનાને તીરે,
હાં રે એમાં કોણ જીતે ને કોણ હરે,
કાનુડો દાણ માંગે...
હાં રે કાન નથી સાકર નથી મેવા,
હાં રે ખાટી છાસ માં શું આવ્યો લેવા,
કાનુડો દાણ માંગે...
હાં રે મેટા નરસિંહ ના સ્વામી મુરારી,
હાં રે તમે લુંટો માં દાડી દાડી ,
કાનુડો દાણ માંગે...