Gokul No Govaliyo Lyrics in Gujarati Birju Barot

| ગોકુળનો ગોવાળિયો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ હે મોરલીવાળો માલધારી મને ગમતો
મોરલીવાળો માલધારી મને ગમતો
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો

એ હે દ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતો
દ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતો
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો 
 
હો એની હારે જોડ્યો છે નાતો
હૈયે હોઠે એનીજ વાતો
એની હારે જોડ્યો છે નાતો
હૈયે હોઠે એનીજ વાતો

એ હે મોરલીવાળો માલધારી મને ગમતો
મોરલીવાળો માલધારી મને ગમતો
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો
એ હે ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો

એ હે માલધારીના મોટા ઘરનો મોભી
માલધારીના મોટા ઘરનો મોભી
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો

એ હે નેહડાના નાથની વાતો હઉથી નોખી
નેહડાના નાથની વાતો હઉથી નોખી
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો

હો જયારથી આવ્યા જીવનમાં મારા
કિસ્મત ખુલી ગયા રે અમારા
જયારથી આવ્યા જીવનમાં મારા
કિસ્મત ખુલી ગયા રે અમારા
ગુજરાતીબીટ.કોમ  

એ હે મોરલીવાળો માલધારી મને ગમતો
મોરલીવાળો માલધારી મને ગમતો
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો
એ હે ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો

એ હે ભાઈબંધી એની હારે સુદામા જેવી
ભાઈબંધી એની હારે સુદામા જેવી
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો

એ હે સોનાની નગરી એની જોયા જેવી
સોનાની નગરી એની જોયા જેવી
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો

હો દેવભુમીના એતો છે વાસી
એના ચરણોમાં મથુરાને કાશી
દેવભુમીના એતો છે વાસી
એના ચરણોમાં મથુરાને કાશી

એ હે રાજલ ધવલ બિરજુ બારોટ ગુણલા ગાતા
રાજલ ધવલ બિરજુ બારોટ ગુણલા ગાતા
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો

એ હે મોરલીવાળો માલધારી મને ગમતો
મોરલીવાળો માલધારી મને ગમતો
ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો
એ હે ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો
એ હે ગોવાળિયો ગોકુળનો ,ગોકુળનો


Gokul No Govadiyo - Birju Barot
Singer : Birju Barot , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan