Dwarka Vala Jode Rejo - Vipul Susra
Singer - Vipul Susra , Lyrics - Maulik Desai
Music - Jackie Gajjar , Label - Vipul Susra Official
Dwarka Vala Jode Rejo Lyrics in Gujarati
| દ્વારકા વાળા જોડે રેજો લિરિક્સ ગુજરાતીમાં |
હો ફરો દેશ વિદેશ ના વાગવા દે ઠેસ
રાત દાડો રખવાળ કરે દ્વારકેશ
ફરો દેશ વિદેશ ના વાગવા દે ઠેસ
રાત દાડો રખવાળ કરે દ્વારકેશ
હે મને કદીયે હારવા ના દેતો
હે મને કદીયે હારવા ના દેતો
ઠાકર મારી જોડે રેતો
હે મને દુઃખ માંથી ઉગારી લેતો
કાનુડો મારી પડખે રેતો
હો જોડે રેતો ને માગ્યું મુજને દેતો
મારો દ્વારિકા વાળો ખમ્મા કેતો
જોડે રેતો ને માગ્યું મુજને દેતો
મારો દ્વારિકા વાળો ખમ્મા કેતો
હે મને મુરલીધર મુકે ના રેઢો
સદાય માટે કરતો ટેકો
હે મને કદીયે હારવા ના દેતો
ડાકોર વાળો જોડે રેતો
હો હાથ જોડી મનોમન નામ લઉં તારૂં
તરત થઇ જાય કામ કાનુડા મારૂં
હો આખી જગતના નાથ તારૂં મન છે મોટું
ચાલે છે કળયુગ ના થવા દેજે ખોટું
હો મોહનમોરારી દયા જોવે છે તારી
મનની મુંજવણ જોણી લેજો અમારી
મોહનમોરારી દયા જોવે છે તારી
મનની મુંજવણ જોણી લેજો અમારી
હે એવો કાળ પણ નાહિ જાય છેટો
થઇ જાય જેને તારો ભેટો
હે મને કદીયે હારવા ના દેતો
દ્વારિકા વાળો ભેળો રેતો
અરે હો ગેડીયા વાળો ભેળો રેતો
હે ઠાકર નોમનું ટેટુ દોર્યું મારા હાથે
સદાય રહેવું મારા શ્યામળિયાની સાથે
હો મારો મલક છે દૂર પણ હાલ જોયાવું
દુઃખની વાત ઠાકર તમને રે જણાવું
હો તમારે દ્વાર શીશ નમે છે હજાર
મારી હોમો લમણો વાળજો એક વાર
તમારે દ્વાર શીશ નમે છે હજાર
મારી હોમો લમણો વાળજો એક વાર
હે વિપુલ સુસાર અરજી તમને કરતો
સમય સદા રાખજો ચડતો
હે મૌલિક દેસાઈ ગીત તારા લખતો
સમય સદા રાખજો ચડતો
હે દ્વારિકા વાળો ના હારવા દેતો
ધરણીધર મારી ભેળો રેતો
અરે હો ઠાકર સદાય ભેળો રેતો