Manav Nade Chhe Manavine Lyrics in Gujarati

Manav Nade Chhe Manavine Lyrics In Gujarati

| માનવ નડે છે માનવીને લિરિક્સ ગુજરાતીમાં |

 

માનવ નડે છે માનવીને મોટો થયા પછી

માનવ નડે છે માનવીને મોટો થયા પછી

ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી

ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી

માનવ નડે છે માનવીને...

 

માતા પિતાની ગોદ માં મમતા હતી ઘણી

માતા પિતાની ગોદ માં મમતા હતી ઘણી

બદલી ગયો એ પરણી ને

બદલી ગયો એ પરણી ને , યૌવન મળ્યા પછી

માનવ નડે છે માનવીને મોટો થયા પછી

ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી

માનવ નડે છે માનવીને...

 

પ્રગતિ જીવનની કરવા ભાઈ ભણતર ભણી ગયો

પ્રગતિ જીવનની કરવા ભાઈ ભણતર ભણી ગયો

પડતી હવે તે નોતરી

પડતી હવે તે નોતરી અનુભવ મળ્યા પછી

માનવ નડે છે માનવીને મોટો થયા પછી

ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી

માનવ નડે છે માનવીને...

 

નમતો હતો તું સર્વને નિર્ધન પણા મહી

નમતો હતો તું સર્વને નિર્ધન પણા મહી

ઝગડા હવે કરે બધે

ઝગડા હવે કરે બધે કૃપા મળ્યા પછી

માનવ નડે છે માનવીને મોટો થયા પછી

ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી

માનવ નડે છે માનવીને...

 

હું પણ પ્રભુ બની અને પુજાઉં છું ઘણે

હું પણ પ્રભુ બની અને પુજાઉં છું ઘણે

થોડી કહું છું આપની

થોડી કહું છું આપની સિદ્ધિ મળ્યા પછી

માનવ નડે છે માનવીને મોટો થયા પછી

ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી

માનવ નડે છે માનવીને મોટો થયા પછી

માનવ નડે છે માનવીને...


Manav Nade Chhe Manavine

Singer : Hemant Chauhan , Music : Appu

Lyrics : Apabhai Gadhvi , Label : Soor Mandir