Dwarkavalo Lyrics in Gujarati

| દ્વારકાવાળો લિરિક્સ ગુજરાતીમાં |


દરિયાની કાંઠે બેઠો રે મોરલીવાળો

દરિયાની કાંઠે બેઠો રે મોરલીવાળો

દરિયાની કાંઠે બેઠો રે મોરલીવાળો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો


શામળીયો શેઠ મારો કાનુડો કાળો

શામળીયો શેઠ મારો કાનુડો કાળો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો


સોનાની નગરીને રાજ રજવાડા

સ્વર્ગનું સુખ છે ચરણોમાં તારા

ભવભવનાં દુઃખડા ભાંગે અમારા

થાય જો વાલા દર્શન તમારા


એની લીલાઓનો ના કોઈ આરો

એની લીલાઓનો ના કોઈ આરો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો


દરિયાની કાંઠે બેઠો રે મોરલીવાળો

દરિયાની કાંઠે બેઠો રે મોરલીવાળો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો


વહમાં વાયરા પલમાં દે વારી

આવે જો મારો વાલો ગિરધારી

અંરતની વાતું લેતો એ જાણી  

ભક્તો કાજે જગ જાય હારી


હોઈ ના સાથ જેના એનો સથવારો

હોઈ ના સાથ જેના એનો સથવારો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો


દરિયાની કાંઠે બેઠો રે મોરલીવાળો

દરિયાની કાંઠે બેઠો રે મોરલીવાળો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો

જેનું ના કોઈ એનો દ્વારકાવાળો