Devi Lyrics in Gujarati

| દેવી લિરિક્સ ગુજરાતીમાં |

 

 હે ...એ ...

હે ...એ ...


હે ...એ ...

દેવી રમવા આવો રે

હે એ દેવી રમવા આવો રે

વાગે રૂડો પાવો રે

દેવી રમવા આવો રે

વાગે રૂડો પાવો રે

મારગડે વાગતો જાય જાય જાય એ


હે ...એ ...

મોડ માનો તાવો રે

હોનાના ફૂલ વાવરાવો રે

મોડ માનો તાવો રે

હોનાના ફૂલ વાવરાવો રે

મારગડે વાગતો જાય જાય જાય એ


એ આવોને માંડી થઈ રમવાની વેળા

એ રમવું છે અમારે તમારી ભેળા

એ આવોને માંડી થઈ રમવાની વેળા

એ રમવું છે અમારે તમારી ભેળા


હે ...એ ...

દેવી રમવા આવો રે

દેવી રમવા આવો રે

વાગે રૂડો પાવો રે

મારગડે વાગતો જાય જાય જાય એ

હે પાવો મારગડે વાગતો જાય જાય જાય એ


એ ...એ ...


હે દેવોની ડેલીયે જઈ સાંકળ ખખડાવું રે

બારણાં ઉઘાડો માં તમને લેવા આવું રે

એ પારકર દેશથી તેડાવું રે

દેવી તારા ડાયરે ડાકલા વગાડવું રે


એ ઢોલ વાગેને ગોમ રે ગાંજે

એ મઢડે ધૂણે માવડી રે આજે

એ ઢોલ વાગેને ગોમ રે ગાંજે

એ મઢડે ધૂણે માવડી રે આજે


હે ...એ ...

દેવી રમવા આવો રે

વાગે રૂડો પાવો રે

દેવી રમવા આવો રે

વાગે રૂડો પાવો રે

મારગડે વાગતો જાય જાય જાય એ

મારગડે વાગતો જાય જાય જાય એ


એ સોળે કળાયે ખીલી કાલી ભમર રાત છે

અંધારે અંજવાળે હોમું પીળિયું પ્રભાત છે


એ નગર બજારમાં એક જ વાત છે

દુઃખને દરિયે મેલે એવી આ માત છે

એ ખાલી નો જાય માનો વેણ વધવો

એ દેવીના સતનો વાગે છે પાવો

એ ખાલી નો જાય માનો વેણ વધવો

એ દેવીના સતનો વાગે છે પાવો


હે ...એ ...

દેવી રમવા આવો રે

વાગે રૂડો પાવો રે

દેવી રમવા આવો રે

વાગે રૂડો પાવો રે

મારગડે વાગતો જાય જાય જાય એ


હે ...એ ...

મોડ માનો તાવો રે

હોનાના ફૂલ વાવરાવો રે

મોડ માનો તાવો રે

હોનાના ફૂલ વાવરાવો રે

મારગડે વાગતો જાય જાય જાય એ

એ મારગડે વાગતો જાય જાય જાય

હે પાવો મારગડે વાગતો જાય જાય જાય એ

મારગડે વાગતો જાય જાય જાય એ