Maitri Bhav Nu Pavitra Zarnu

Gujarati Prathna Lyrics

 

Maitri Bhav Nu Pavitra Zarnu Lyrics in Gujarati

| મૈત્રીભાવનું પવિત્ર ઝરણું લિરિક્સ ગુજરાતીમાં |

 

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,

મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકળ વિશ્વનું,

એવી ભાવના નિત્ય રહે


ગુણથી ભરેલા ગુણીજન દેખી,

હૈયું મારૂં નૃત્ય કરે

એ સંતોના ચરણકમળમાં,

મુજ જીવનનું અર્ઘ્ય રહે


દીન ક્રુર ને ધર્મવિહોણાં,

દેખી દિલમાં દર્દ વહે

કરુણાભીની આંખોમાંથી,

અશ્રુનો શુભ સ્રોત વહે


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,

મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકળ વિશ્વનું,

એવી ભાવના નિત્ય રહે


માર્ગ ભૂલેલા જીવન પથિકને,

 માર્ગ ચીંધવા ઊભો રહું

 કરે ઉપેક્ષા એ મારગની,

તોય સમતા ચિત્ત ધરૂ

ગુજરાતીટ્રેક્સ.કોમ


વીર વાણીની ધર્મ ભાવના,

હૈયે સહુ માનવ લાવે

વેર ઝેરના પાપ તજીને,

મંગળ ગીતો એ ગાવે


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,

મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકળ વિશ્વનું,

એવી ભાવના નિત્ય રહે