Hari Tara Naam Chhe Hajar Lyrics in Gujarati

| હરિ તારા નામ છે હજાર લિરિક્સ ગુજરાતીમાં |

 

હરિ તારા નામ છે હજાર

ક્યાં નામે લખવી કંકોત્રી

રોજ રોજ બદલે મુકામ

ક્યાં ગામે લખવી કંકોત્રી

હરિ તારા નામ છે હજાર...     


કોઈ તને રામ કહે

કોઈ તને શ્યામ કહે

કોઈ કહે નંદનો કિશોર

ક્યાં ગામે લખવી કંકોત્રી

હરિ તારા નામ છે હજાર...


મથુરામાં મોહન ને

ગોકુળમાં ગોવાળીયો

દ્વારિકામાં રાય રણછોડ

કયા નામે લખવી કંકોત્રી

ક્યાં ગામે લખવી કંકોત્રી

હરિ તારા નામ છે હજાર...

ગુજરાતીબીટ.કોમ


નરસિંહ મેહતાના

સ્વામી શામળીય

મીંરાના ગિરિધર ગોપાલ

ક્યાં ગામે લખવી કંકોત્રી

હરિ તારા નામ છે હજાર...


ભક્તોની રાખે ટેક

રૂપ ધર્યા તે અનેક

અંતે તો એકનો એક

ક્યાં ગામે લખવી કંકોત્રી

હરિ તારા નામ છે હજાર...


હરિ તારા નામ છે હજાર

ક્યાં નામે લખવી કંકોત્રી

રોજ રોજ બદલે મુકામ

ક્યાં ગામે લખવી કંકોત્રી

હરિ તારા નામ છે હજાર...  


Hari Tara Naam Chhe Hajar - Praful Dave

Singer : Praful Dave , Lyrics : Traditional

Music : Shailesh Thaker , Label : Sur Sagar Music