Prem Nagar Ni ( Tu Adhuri Varta No Chhedo )

Singer : Vikram Thakor , Music : Maulik Mehta

Lyrics : Devraj Adroj & Bharat Ravat

Label : Jay Vision

 

Prem Nagar Ni Lyrics in Gujarati

| પ્રેમ નગરની લિરિક્સ ગુજરાતીમાં |

 

હો પ્રેમ નગરની દિલના ડગરની તું મહારાણી રે

નેણ નજરમાં દિલની ડગરમાં તું કોરાણી રે

તારી હારે બાંધી છે મેં પ્રેમ કહાણી રે

હો જન્મો રે જનમ નો તારો સાથ હું માંગુ રે


હો તારા પાલવડે પ્રીત બંધાણી રે

હો તારા પાલવડે પ્રીત બંધાણી રે


પ્રીતના રંગમાં દિલના તરંગમાં હું રંગાણી રે

દિલથી આ તારા દિલની અમારી દોર બંધાણી રે

ઓ હું તો રે બની છું રાધા શ્યામ દીવાની રે

તારી રે બનીને મારે કાયમ રહેવું રે


હો મારા વ્હાલા વાલમ વણરાગી રે

હો મારા વ્હાલા વાલમ વણરાગી રે


તારા સુખ દુઃખ આજથી મારા નામ કરી દઉં

આવે મોત જો પહેલા એને મારૂં કરી દઉં

જો જો ના આવે આંસુ આ આંખો ને કહી દઉં

ખુશીયો ના ફૂલડાંથી તારી રાહ ભરી દઉં


હો તારી રે બાહોમાં મારે જીવવું મરવું રે

હો જો જે રે છુટે ના સાથી હાથ અમારો રે


હો તારી પ્રિતુ દલડે દોરાણી રે

હો તારી પ્રિતુ દલડે દોરાણી રે


હો તારા પાલવડે પ્રીત બંધાણી રે

હો તારા પાલવડે પ્રીત બંધાણી રે


દિલના હર ધબકારે સાજન નામ તમારા

નેણોની ધડકનમાં કાયમ રાખું અમારા

ઓ તારી હારે ચોરી ના સાથ ફરવા ફેરા

તારો થઇ બંધાવું તારી રહીશું ભેળા


હો હું છું તારો ચાંદલિયો તું મારી ચકોરી રે

હો હું છું તારો મોરલિયો તું ઢેલડ મારી રે

હો તારી પ્રિતુ દલડે દોરાણી રે

હો હું તો રાજા તું દલની રાણી રે


હો પ્રેમ નગરની દિલના ડગરની તું મહારાણી રે

પ્રીત ના રંગમાં દિલના તરંગમાં હું રંગાણી રે

હો તારી હારે બાંધી છે મેં પ્રેમ કહાણી રે

હું તો રે બની છું રાધા શ્યામ દીવાની રે


હો તારા પાલવડે પ્રીત બંધાણી રે

હો મારા વ્હાલા વાલમ વણરાગી રે

હો તારા પાલવડે પ્રીત બંધાણી રે

હો મારા વ્હાલા વાલમ વણરાગી રે