Judai Lyrics In Gujarati - Kajal Maheriya

Judai Lyrics In Gujarati

| જુદાઈ લિરિક્સ ગુજરાતીમાં |

 

રહી છે આ મુલાકાતો

અધુરી આ પ્રેમની

ક્યારે પુરી થશે આરઝુ

તુટેલા આ મારા દિલની


હો દિલ્લગીની દુનિયાથી નાતા મારા તુટ્યા

કેમ કુદરત કિસ્મત મારા ફુટ્યા

હો દિલ્લગીની દુનિયાથી નાતા મારા તુટ્યા

કેમ કુદરત કિસ્મત મારા ફુટ્યા


કહેવાય પ્રેમ અમર છે પાછા મળશું

નહીતો મોતની માળા પેરી લઈશું

નહીતો મોતની માળા પેરી લઈશું


મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ

ચાર દીનો પ્રેમને વર્ષોની જુદાઈ


રડાવે રાતભર વાતો વિરહની

પ્રેમ બે પળનો જુદાઈ ભવોભવની


હો સાતે જન્મોની કહાની અધુરી

તરછોડ્યા અમને શું હશે મજબુરી

હો આખરે ભાગમાં ઉદાસી જ આવી

આઠે પોર તારી યાદ ગઈ રડાવી


હો નાવ આ આશિકી ની મધદરિયે ડુબી

બચી ના શક્યા તરવાની નથી ખુબી

બચી ના શક્યા તરવાની નથી ખુબી

તડપ આખોને તમારા મિલાનની

ચાર દીનો પ્રેમને વર્ષોની જુદાઈ

હો મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ

ચાર દીનો પ્રેમને વર્ષોની જુદાઈ


હો વેરાન છે દુનિયા તારા વિના મારી

નથી હિમ્મત તારી જુદાઈ સહેવાની

હો સંભાળ વિના જેમ ફૂલ કરમાયે

હાલત જોને આજ મારી આવે

ગુજરાતીબીટ.કોમ


હો સહેવાય ત્યાં સુધી અમે સહી લઈશું

દર્દ દિલનું પછી રડી રડી જીવશું

દર્દ દિલનું પછી રડી રડી જીવશું


કેવી છે રીત આતો જોને જીવનની

ચાર દીનો પ્રેમને વર્ષોની જુદાઈ

હો મારા રોમ કેમ દીધી વેરણ વિદાઈ

ચાર દીનો પ્રેમને વર્ષોની જુદાઈ


હો દિલ્લગીની દુનિયાથી નાતા મારા તુટ્યા

કેમ કુદરત કિસ્મત મારા ફુટ્યા