Badluck Lyrics in Gujarati

>Badluck Lyrics in Gujarati

| બેડલક લિરિક્સ ગુજરાતીમાં |

 

હો મતલબનો હતો જાનુ તારો રે પ્યાર

દિલ તોડતા ના કર્યા તે વિચાર

મતલબનો હતો જાનુ તારો રે પ્યાર

દિલ તોડતા ના કરી તે તો વાર


હો જયારે ચમક્યો સિતારો જાનુ તારો

હા ...જયારે ચમક્યો સિતારો જાનુ તારો

ત્યારે સુરજ ડુબી ગયો મારો

હા તારે હસવાનો આયો દાડો

મારે રોવાનો આયો વારો

સાથ છુટી ગયો તારો

ગુનો હતો શું અમારો

હા સમજી ના શક્યા તમે બીજાના થયા

આ મારૂં બેડલક છે જાનું તમે મારા ના થયા

હો ...મારૂં બેડલક છે જાનું તમે બીજાના થયા


એ જયારે ચમક્યો સિતારો જાનુ તારો

સુખનો સુરજ ડુબી ગયો મારો

ગુજરાતીબીટ.કોમ


હો ગયા એ ગયા વળતા આયા ના પાછા

આવું આવું કહી તમે રહિયા ના હાંચા

હો ...પરણી ગયા મળ્યા હમાચાર હાંચા

તને પામવામાં અમે રહી ગયા કાચા

હા મારો છોડીને સથવારો લીધો બીજાનો સહારો

વિચાર દયાનો ના આયો કેમ કર્યો કેર કાળો

સમજી ના શક્યા તમે મારા ના થયા

આ મારૂં બેડલક છે જાનું તમે મારા ના થયા

હો ...મારૂં બેડલક છે જાનું તમે બીજાના થયા


એ જયારે ચમક્યો સિતારો જાનુ તારો

સુખનો સુરજ ડુબી ગયો મારો


આ બેવફામાં તું એક બેવફા હટકે

જો જે એક દાડો મારી જેમ તડપે

હા એક એક આંશુ અંગરો બની ટપકે

ટપકતા આંશુમાં દિલ મારૂં હળગે

હો રૂઠ્યો મારો ઉપરવાળા રૂઠ્યો નસીબનો સિતારો

તારા પ્રેમમાં ફસાયો આયો મરવાનો મારે દાડો

સમજી ના શક્યા વગર વાંકે મરી ગયા

આ મારૂં બેડલક છે જાનું તમે મારા ના થયા

હો ...મારૂં બેડલક છે જાનું તમે બીજાના થયા

હો ...મારૂં બેડલક છે જાનું મને બેવફા મળ્યા


Badluck - Mahesh Vanzara

Singer : Mahesh Vanzara , Lyrics : Hitesh Sobhasan

Music : Dipesh Chavda , Label : Shri Ram Audio And Telefilms