Amastu Amastu Lyrics in Gujarati

| અમસ્તું અમસ્તું લિરિક્સ ગુજરાતીમાં |

Amastu Amastu Lyrics in Gujarati

| અમસ્તું અમસ્તું લિરિક્સ ગુજરાતીમાં |

 

કશું- ક્યાંક- એવું સંધાયી રહ્યું છે

મનગમતું- મધમીઠું રંધાયી રહ્યું છે

મનગમતું- મધમીઠું રંધાયી રહ્યું છે.

 ગુલાબી છે દિવસો, ગુલાબી મજા છે.

પરોવાયું મન એની મીઠી સજા છે

અમસ્તું-અમસ્તું બધું લાગે વ્હાલું

અમસ્તું-અમસ્તું બધું લાગે વ્હાલું

સાચ્ચુકલી લાગે આ એવી ખતા છે.

મન તારા રંગે રંગાયી રહ્યું છે...

મનગમતું- મધમીઠું રંધાયી રહ્યું છે.


મન તારા રંગે રંગાયી રહ્યું છે

મનગમતું- મધમીઠું રંધાયી રહ્યું છે,

સુંવાળી ક્ષણોની સુંવાળી મજા છે,

સોમવારે મળી હો આ એવી રાજા છે.

અમસ્તું-અમસ્તું બધું લાગે વ્હાલું

અમસ્તું-અમસ્તું બધું લાગે વ્હાલું 

 સાચ્ચુકલી લાગે આ એવી ખતા છે.


આપણી આ યાદો, આપણી આ વાતો

ખૂટી પડે છે દિવસો ‘ને રાતો

મીઠું મીઠું લાગે જે પણ જમું હું

સમય આપે પળમાં આ એવી સોગાદો !

મારામાં કોઇ સમાયી રહ્યું છે...

મનગમતું- મધમીઠું રંધાયી રહ્યું છે.


Amastu Amastu - Parthiv Gohil

Singer: Parthiv Gohil , Lyrics: Sneha Desai

Label: Zen Music Gujarati